ગીતશાસ્ત્ર. 134. હે યહોવાના સેવકો, રોજ રાત્રે યહોવાના મંદિરમાં સેવા કરતાં સેવકો; તમે યહોવાને સ્તુત્ય માનો. પવિત્રસ્થાન ભણી તમારા હાથ ઊંચા કરો અને યહોવાની સ્તુતિ કરો. સિયોનમાંથી યહોવા, જેણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે તમને આશીર્વાદ આપો!