ગીતશાસ્ત્ર. 122. યરૂશાલેમમાં, યહોવાના મંદિરમાં જવાનું મને કહ્યું તેથી મને ખૂબ આનંદ થયો. અને હવે અમે પણ યરૂશાલેમનાં દરવાજાઓમાં ઊભા રહ્યા. ફરી એક વખત યરૂશાલેમ એક સંગઠિત નગર તરીકે બંધાયું છે. ઇસ્રાએલના સવેર્ કુળો જે યહોવાનાં પોતાના છે તેઓ તેમનો આભાર માનવા; અને તેમના નામની સ્તુતિ ગાવા ત્યાં જશે. જુઓ! ત્યાં નગરનાં દરવાજાઓ પાસે દાઉદના રાજવંશના રાજાઓએ લોકોનો ન્યાય કરવા તેમના રાજ્યાસનો ઊભા કર્યા છે. યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો; જેઓ તેમને ચાહે છે તેને ત્યાં શાંતિ મળો. ઓ યરૂશાલેમ, તારા નગરકોટની અંદર શાંતિ થાઓ; અને તારા નગરના મહેલોની અંદર કુશળતા થાઓ. મારા ભાઇઓ તથા મારા મિત્રો માટે હું પ્રાથીર્ રહ્યો છું. તારામાં શાંતિ થાઓ. યહોવા અમારા દેવના મંદિરને માટે હું પ્રાર્થના કરું છું કે શુભ વસ્તુઓ તમારી સાથે થશે.