ગીતશાસ્ત્ર. 117. પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ. બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો. કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે; યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ! યહોવાની સ્તુતિ હો.